VIDEO: જૂનાગઢમાં ભાદરવી અમાસ પહેલા દામોદર કુંડની વિશેષ સફાઈ હાથ ધરાઈ
સોર્સ : gstv
જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં ઉમટતા ભાવિકોને શુદ્ધ જળ મળી રહે તે હેતુસર આજે એક દિવસ માટે કુંડ બંધ રાખી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતાં જ ભાદરવી અમાસનો પર્વ આવશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ અને સ્નાન માટે અહીં ઉપસ્થિત રહે છે. આગામી અમાસના મેળા અને દર્શનાર્થીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ સફાઈ અભિયાન ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે, જેથી આવતીકાલથી કુંડ રાબેતા મુજબ ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે અને આવતા તમામ ભાવિકોને પવિત્ર તથા સ્વચ્છ પાણીનો લાભ મળી શકે.

