Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Travellers face acute shortage of basic amenities amid huge claims of Girnar Parvatan development of Junagadh

VIDEO: જૂનાગઢના ગિરનાર પર્વત પરપ્રવાસન વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે યાત્રિકોને પ્રાથમિક સુવિધાઓની ભારે અછત

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 વિશ્વ પ્રવાસન દિવસ' નિમિત્તે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢના ઐતિહાસિક અને ધાર્મિક ગિરનાર પર્વત પર દર્શનાર્થે ઉમટી પડ્યા છે, પરંતુ તંત્રના પ્રવાસન વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે અહીં આવતા યાત્રિકો પ્રાથમિક સુવિધાઓની ભારે અછત ભોગવી રહ્યા છે. ઉપલેટાથી આવેલા પ્રવાસી વિપિનકુમાર માકડિયાએ તંત્રની પોલ ખોલતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે અંબાજી મંદિર સુધીના માર્ગ પર યુરીનલ અને શૌચાલય કચરાથી ભરેલા હોવાથી વપરાશ યોગ્ય નથી. પીવાના પાણી અને શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ખાસ કરીને મહિલા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો-કરોડો રૂપિયાના સરકારી ખર્ચ બાદ પણ ગિરનાર પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતાં પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.

App Store