VIDEO: જૂનાગઢના કેશોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. દિવસભરના ભારે ઉકળાટ અને અસહ્ય બફારા બાદ સાંજના સમયે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. સતત બે દિવસથી પડી રહેલા આ વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જતાં નગરજનોને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. ખાસ કરીને લાંબા વિરામ બાદ પડેલો આ વરસાદ સુકાઈ રહેલા પાક માટે વરદાન સાબિત થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો...

