VIDEO: જૂનાગઢના ગીર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં
સોર્સ : gstv
વરસાદ ખેંચાતા જૂનાગઢના માળીયા હાટીનાના કારીભડા સહિતના ગીર પંથકના ગામોમાં મગફળીનો પાક નિષ્ફળ જવાની અણી પર છે. વીઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યા છતાં ઉત્પાદન ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને ખેતરમાંથી પાક ઉપાડવાની ફરજ પડી છે. પાક નિષ્ફળ જવાની સાથે પશુધન માટે ચારા અને પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખેડૂતોએ વ્રજમી ડેમમાં નર્મદા યોજનાનું પાણી છોડવાની અને પાક ધિરાણમાં રાહત સાથે તાત્કાલિક આર્થિક સહાયની જોરદાર માગ કરી છે.

