VIDEO: જૂનાગઢના માંગરોળ સ્થિત દિવાસામાં ખાણ ખનીજ વિભાગની રેડમાં 30 લાખનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા દિવાસા ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. અચાનક કરવામાં આવેલી આ રેડ દરમિયાન તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી બે ખાનગી ખાણો ઝડપી પાડવામાં આવી હતી. સ્થળ પરથી 4 ટ્રેક્ટર અને 4 ચકરડી મશીન મળીને કુલ અંદાજે રૂ. 30 લાખનો કિંમતી મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. ખનીજ વિભાગે તમામ વાહનો અને મશીનરી જપ્ત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્રની આ સપાટાબંધ કામગીરીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચલાવતા ખનન માફિયાઓમાં ભારે ફફડાટ અને ધ્રાસકો વ્યાપી ગયો છે.

