VIDEO: જૂનાગઢના ગિરનાર રોડ પર રાત્રિના સમયે સિંહોની લટાર
સોર્સ : gstv
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા ગિરનાર રોડ પર સિંહોની લટાર જોવા મળી છે. શ્રી રામ ટેકરી આશ્રમ નજીક રસ્તા પર પાર્ક કરેલી કાર પાસે સાવજ આરામથી ચાલી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જંગલમાંથી ભટકીને શહેરના માર્ગો પર આવી પહોંચેલા આ સિંહોને જોઈને સ્થાનિકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે રસ્તા પર કૂતરાઓ ભસવા લાગ્યા ત્યારે લોકોનું ધ્યાન ગયું હતું અને તેમણે આ નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. ભવનાથ તળેટી અને ગિરનારના જંગલ વિસ્તારની નજીક હોવાને કારણે વારંવાર વનરાજ શહેરી વિસ્તારમાં આવી ચડતા હોય છે. સિંહોની આ લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

