Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Traditional Milk Parikrama held in Girnar: Saints and devotees join

VIDEO: ગિરનારમાં પરંપરાગત દૂધ પરિક્રમા યોજાઈ: સંતો-ભક્તો જોડાયા

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગિરનાર અભયારણ્યની પાવન ભૂમિ પર પરંપરાગત દૂધ પરિક્રમા શ્રદ્ધાભેર યોજાઈ ગઈ. છેલ્લા 72 વર્ષથી જેઠ વદ અગિયારસના પવિત્ર દિવસે યોજાતી આ પરિક્રમાનો પ્રારંભ ભવનાથના પરમ સંત કરમણ ભગત દ્વારા કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક યાત્રા અંતર્ગત ભવનાથ તળેટીમાં આવેલા ભવનાથ મંદિર સહિતના તમામ મંદિરોમાં દૂધથી વિશેષ અભિષેક કર્યા બાદ બોરદેવી સુધીના સમગ્ર પરિક્રમા રૂટ પર દૂધની અવિરત ધારા વહાવવામાં આવે છે. ગૌસંરક્ષણ, પ્રકૃતિનું જતન, સારો વરસાદ થાય, માનવતા વધે અને દેવી-દેવતાઓ પ્રસન્ન થાય તેવા ઉમદા આશય સાથે યોજાતી આ પરિક્રમામાં સાધુ-સંતો, હિન્દુ સંગઠનો અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાય છે, જેમને વન વિભાગ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

App Store