ગિરનારમાં ગોરખનાથજીની મૂર્તિને અજાણ્યા શખ્સોએ કરી ખંડિત, સંતો અને ભાવિકોમાં રોષ

ગુજરાતના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલ ગુરુ ગોરખનાથ શિખર ખાતે લાગેલી ગોરખનાથજીની મૂર્તિ સાથે તોડફોડની દુઃખદ અને નિંદનીય ઘટના સામે આવી છે. શિખર પર સાડા પાંચ હજાર પગથિયાં ઉપર આવેલ મંદિરમાં, અજાણ્યા તત્વોએ ગઈ રાત્રે ગોરખનાથજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે...ન માત્ર
મંદિરમાં તોડફોડ કરવામાં આવી, પરંતુ મૂર્તિને તોડીને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.... આ ઘટના બાદ નાથ સંપ્રદાયના સંતો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લાખો ભક્તોની લાગણીને ઠેસ પહોંચી
વધુમાં તેમણે જણાવ્યું કે, આ અજાણ્યા શખસોએ ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરીને જંગલમાં નીચે ફેંકી દીધી હતી. હાલ, ખંડિત મૂર્તિ મળી ગઈ છે. કોણે અને કયા લોકોએ આ કૃત્ય કર્યું છે, તે વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. પરંતુ, આ ઘટના બાદ લાખો લોકોની લાગણીને ઠેસ પહોંચી છે.
આરોપીઓ માટે કડક સજાની માંગ
હાલ, આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સિવાય મૂર્તિ ખંડિત કરનાર સામે અસામાજિક તત્ત્વોને શોધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, હજુ સુધી આ કૃત્ય કોણે અને શા માટે કર્યું તે વિશે કોઈ જાણકારી સામે આવી નથી.

