Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Starting today with the music of Jai Girnari in Girnar of Junagadh, Leeli Parikrama

VIDEO: જૂનાગઢના ગિરનારમાં જય ગિરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો આજથી પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2024
લાઇવ ટીવીGoogle News

જૂનાગઢના ગિરનારમાં જય ગિરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે. ભાવિકોનો ધસારો થતાં એક દિવસ વહેલી પરિક્રમા શરૂ થઈ છે. 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હજુ પણ ભાવિકોનો પ્રવાહ લીલી પરિક્રમા માટે યથાવત જોવા મળી રહ્યા છે.

App Store

આ પણ વાંચો: તો શંકર ચૌધરીની રાજકીય કારકિર્દી મુકાશે જોખમમાં, માવજી પટેલ બન્યા માથાનો દુખાવો

ગિરનાર પરિક્રમાને ધ્યાનમાં રાખીને રેલ્વે અને ST વિભાગ પણ સજ્જ

ગિરનાર પરિક્રમાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો બીજી તરફ ST વિભાગ દ્વારા પણ ખાસ બસોની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 

પરિક્રમાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

લીલી પરિક્રમા દરમ્યાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનારની આ લીલી પરિક્રમામાં 20 લાખ લોકોના આવવાના અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. લાખો ભક્તોના આવવાના ધસારાને ધ્યાનમાં રાખીને  એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

કુલ 2427 પોલીસકર્મી ફરજ બજાવશે

 જેમાં કુલ 2427 પોલીસ કર્મી ફરજ બજાવશે જેમાં 9 Dysp, 27 પીઆઈ ,92 પીએસઆઈ,914 પોલીસ કર્મચારીઓ,500 હોમગાર્ડ, 885 GRD જવાનનો સમાવેશ થાય છે. તો બીજી તરફ  1 SRPF ટીમ,1 SDRF ટીમ, 13 સરવેલન્સ ટીમ,8 she ટીમ પણ ફરજ બજાવશે. શહેરના 427 કેમેરાઓથી સતત નજર રાખવામાં આવશે.