Junagadh: ધમકીથી કંટાળીને યુવકે કર્યો આપઘાત, પોલીસની નિષ્ક્રિયતા સામે પિતાના ગંભીર આક્ષેપ
સોર્સ : GSTV
જૂનાગઢના કેશોદ તાલુકાના કાલવાણી ગામે યુવાનનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. 30 વર્ષીય ભાવસિંહ ધાનાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પિતાના આક્ષેપ મુજબ,ગામના અનિરુદ્ધસિંહ જખિયા દ્વારા સતત ધમકી આપવામાં આવતી હતી. ચાર મહિના પહેલા પણ આ જ કારણે મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે ધ્યાન ન આપતા આ ઘટના બની હોવાનો આરોપ છે. હાલ પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ઘટના પહેલા મૃતકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે અન્ય વ્યક્તિઓના નામ લીધા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

