Junagadh news: 10 કરોડ આપો તો સમાધાન કેન્સલ, રાજુ સોલંકી અને ગોંડલના વકીલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

સોર્સ : GSTV
જુનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે થયેલા સમાધાન બાદ હવે નવો વળાંક આવ્યો છે. રાજુ સોલંકી અને ગોંડલના વકીલ દિનેશ પાતરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં કથિત રીતે રાજુ સોલંકી 10 કરોડ આપો તો સમાધાન કેન્સલ કહેતો હોવાની ચર્ચા છે. એમ પણ કહે છે કે અનુબાપુને કહો મને પૈસા આપે એટલે સમાધાન કેન્સલ કરી દઈએ. ઓડિયોમાં સામેવાળી વ્યક્તિ સવાલ કરે છે કે શું સમાધાન પૈસા માટે થયું હતું? ત્યારે સામેથી ઉશ્કેરાઈને અપશબ્દો બોલાય છે. આ ઓડિયો ક્લિપે ગોંડલ પંથકમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.

