VIDEO: જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોનું ડૂબી જવાથી મોત, મૃતદેહો પીએમ અર્થે ખસેડાયા
સોર્સ : gstv
જૂનાગઢમાં વિલિંગ્ડન ડેમમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબતા શહેરમાં ગમગીની છવાઈ હતી. કુલ સાત મિત્રો ન્હાવા ગયા હતા, જેમાંથી ત્રણ યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકો અને બચાવ ટીમે ગણતરીના સમયમાં ત્રણેય મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતકો શહેરના નરસિંહ મહેતા ચોરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તમામના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

