Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : ST driver on Somnath-Gandhinagar route attacked

VIDEO: સોમનાથ-ગાંધીનગર રૂટના ST ડ્રાઈવર પર હુમલો, માર માર્યો, સોનાની ચેઈન પણ લૂંટી અને બચકું ભરી લોહીલુહાણ કરી નાખ્યા

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એસટી કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સોમનાથ-ગાંધીનગર રૂટના ડ્રાઈવર પર વડાલ પાસે અજાણ્યા શખ્સોએ પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રસ્તા વચ્ચે બસ રોકી, ડ્રાઈવરને નીચે ઉતારી માર માર્યો અને ગળામાંથી સોનાની ચેઈન પણ લૂંટી લીધી હતી. નિતેશભાઈના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ તેમને બચકું ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. ગંભીર આક્ષેપ છે કે પોલીસની હાજરીમાં જ મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો હતો. હાલ ઈજાગ્રસ્ત ડ્રાઈવર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  

App Store