Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Bus full of pilgrims overturns in Mangrol taluka of Junagadh, 3 women killed, 40 others injured in the incident

VIDEO: જૂનાગઢના માંગરોળ તાલુકામાં યાત્રાળુઓથી ભરેલી બસ પલટી, ઘટનામાં 3 મહિલાઓના મોત અન્ય 40 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સોમનાથ-પોરબંદર કોસ્ટલ હાઇવે પર રહીજ ગામ પાસે યાત્રાળુઓથી ભરેલી બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે મહિલા મુસાફરનું મૃત્યુ થયુ છે જ્યારે 40 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store