VIDEO: માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની દાદાગીરીનો વીડિયો વાયરલ
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની દાદાગીરીનોવીડિયો વાયરલ થયો છે..તેઓ જામવાળી પુલના નિરીક્ષણ માટે ગયા હતા તે દરમિયાન વિવાદ સર્જાયો હતો. સ્થળ પર હાજર અધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્યએ અરજદાર સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને જાહેરમાં અપશબ્દો બોલીને તેમનું અપમાન કર્યું હતું... પુલના નિરીક્ષણ વેળાએ અરજદાર દ્વારા સવાલ કરવામાં આવતા ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા અને હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનુંકહીને પોતાનો રુવાબ બતાવ્યો હતો. આ સમગ્ર શરમજનક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે…

