Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Survey boosts after rain damage in Mangrol; Five teams in the field

VIDEO: માંગરોળમાં વરસાદી નુકસાન બાદ સર્વે તેજ; પાંચ ટીમો મેદાનમાં

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જુનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સેંકડો પરિવારોની ઘરવખરી અને અનાજને મોટું નુકસાન થયું છે. આ આપત્તિ બાદ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. શહેરમાં સર્વે માટે ૫ વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જેમાં અંદાજે ૧૦ જેટલા કર્મચારીઓ સામેલ છે. અત્યાર સુધીમાં આશરે ૮૦૦ ઘરોનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ, આજે સાંજ સુધીમાં સમગ્ર શહેરનો સર્વે પૂરો થવાની શક્યતા છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય રાહત સહાય મળી શકે.

App Store