VIDEO: જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ-ડિઝલની ભારે અછત, ભાવ વધારવા છતાં પૂરતો જથ્થો ન મળતા વાહનચાલકોમાં રોષ
સોર્સ : GSTV
જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાઈ છે. તાજેતરમાં જ ઈંધણના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયા બાદ પણ જનતાને પૂરતો જથ્થો ન મળતા વાહનચાલકોમાં ભારે રોષ છે. હાલ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પંપ સંચાલકોનું કહેવુ છે કે અન્ય પંપો પર સપ્લાય ખોરવાતા ચાલુ પંપો પર ટ્રાફિક વધ્યો છે. સ્થિતિ કાબૂમાં રાખવા ફોર-વ્હીલરને ₹૧૦૦૦ અને રિક્ષાને માત્ર ₹૫૦૦નું જ ડીઝલ અપાઈ રહ્યું છે. ત્યારે ધંધા-રોજગાર ઠપ્પ થવાની ભીતિ વચ્ચે લોકો તંત્ર પાસે પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવાની માંગ કરી રહ્યા છે.

