Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : A man was arrested in the murder case of an elderly woman in Junagadh

VIDEO: જૂનાગઢમાં વૃદ્ધાની હત્યા કેસમાં એક શખ્સ દબોચાયો, આરોપી મૃતકના પુત્રનો મિત્ર જ નીકળ્યો!

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ શહેરના ગીરીરાજ સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે એક વૃદ્ધાની ગળું કાપીને કરવામાં આવેલી કરપીણ અને ચકચારી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ ટીમને સફળતા મળી છે. અંધારામાં ફાંફા મારવા પડે તેવા આ અનડિટેક્ટ ગુનાને પોલીસે ટેકનિકલ સેલ, ડ્રોન સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુનાને ડિટેક્ટ કરી મુખ્ય આરોપીને દબોચી લીધો છે.

App Store

ચોંકાવનારી વાત એ છે કે, હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકના પુત્રનો મિત્ર જ નીકળ્યો છે. લૂંટના ઈરાદે આ ગુનાને અંજામ આપી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે નાટક કરી રહ્યો હતો. 12 મેએ લૂંટના ઈરાદે આવેલા શખ્સ પર 59 વર્ષીય સુનીતાબે રાયજની હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું.  ઘટનાના સમયે આસપાસથી પસાર થયેલા તમામ શંકાસ્પદ લોકોની યાદી બનાવી સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી.