VIDEO : જૂનાગઢની કે. જે. હોસ્પિટલ વિવાદમાં, 'મા કાર્ડ'માંથી પૈસા કપાયા છતાં 7 દિવસ સુધી ઓપરેશન ન કર્યાનો પરિવારનો આક્ષેપ!
સોર્સ : GSTV
જૂનાગઢની કે. જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ હૃદય સંબંધિત બીમારી ધરાવતા વૃદ્ધ દર્દીને સાત દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવ્યા છતાં ઓપરેશન કરવામાં આવ્યું નથી. ઓપરેશન માટે વારંવાર અલગ અલગ બહાના બતાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે. પરિવારનું કહેવું છે કે મા કાર્ડમાંથી પણ રકમ ઉપડી ગઈ છે પરંતુ પૂરતી સારવાર આપવામાં આવી નથી. બીજી તરફ હોસ્પિટલ સૂત્રો આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવે છે. હોસ્પિટલનું કહેવું છે કે દર્દીની સ્થિતિ સ્ટેબલ થયા બાદ જ ઓપરેશન શક્ય બને છે અને તમામ રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવે છે.

