VIDEO: જૂનાગઢ / ફેક્ટરીઓ દ્વારા ફેલાવાતા પ્રદૂષણ સામે ગિરનાર સંરક્ષણ સમિતિની લાલઆંખ
સોર્સ : GSTV
જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે ગિરનાર સંરક્ષણ સમિતિએ લાલઆંખ કરી છે. ઈકો-સેન્સિટિવ ઝોનમાં કાર્યરત આ ફેક્ટરીઓ ઝેરી કેમિકલયુક્ત પાણી અને ધુમાડો ઓકી રહી હોવાના ગંભીર આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમિતિના જણાવ્યા મુજબ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મીલીભગતથી ચાલતી આ પ્રવૃત્તિને કારણે વન્યજીવો અને પશુઓના મોત થઈ રહ્યા છે તેમજ સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે. જોકે, ફેક્ટરીના પ્રતિનિધિઓએ આ આક્ષેપોને નકારીને તમામ કામગીરી નિયમ મુજબ થતી હોવાનો બચાવ કર્યો છે. પર્યાવરણના રક્ષણ માટે સમિતિએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા વહીવટી તંત્રમાં દોડધામ મચી છે.

