Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Controversial audio clip of Scheduled Caste leader in suicide case in Vanthali goes viral

VIDEO: વંથલીમાં આત્મહત્યા મામલે અનુસૂચિત જાતિના અગ્રણીનો વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ, પોલીસે હાથ ધરી તપાસ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 14 મે 2025ના રોજ સલીમભાઈ શેખે કરેલી આત્મહત્યાના મામલે અનુસૂચિત જાતિના અગ્રણી રાજુ સોલંકીની એક વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વાઈરલ ક્લિપમાં રાજુ સોલંકી પોતાના કોઈ અંગત વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન કૌટુંબિક કારણોસર આધેડને ઝાડ પર લટકી આપઘાત કરવા મજબૂર કર્યા હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ કરતા સંભળાય છે. 

App Store

મછીયા મંદિર પાછળ સીમ વિસ્તારમાંથી મળેલી લાશના આ કેસમાં હવે નવો વળાંક આવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને FSLની મદદ લઈ ઊંડી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી રહી છે અને આ ઘટના ખરેખર આત્મહત્યા છે કે પ્રિપ્લાન્ડ મર્ડર, તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.