VIDEO: જુનાગઢના માંગરોળમાં રખડતા ખૂંટિયાઓના વધતા ત્રાસને લીધે શહેરીજનોમાં રોષ, પાલિકા કચેરી ખાતે કરાઈ રજૂઆત
સોર્સ : gstv
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રખડતા ખૂંટિયાઓના વધતા ત્રાસને કારણે સ્થાનિક શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના જણાવ્યા પ્રમાણે શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ પર ખૂંટિયાઓ અડિંગો જમાવીને બેસતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રખડતા પશુઓના કારણે અકસ્માતોની ભીતિ ખૂબ વધી ગઈ છે અને માર્ગો પરથી પસાર થતાં નાના બાળકો તેમજ વૃદ્ધોમાં પણ સતત ભયનો માહોલ સર્જાયો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા શહેરીજનોએ માંગરોળ નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકોએ નગરપાલિકા તંત્ર સમક્ષ રખડતા ખૂંટિયાઓને ડબ્બે પૂરવા સહિતની યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.

