VIDEO : ગીરના જંગલમાં સિંહો દ્વારા ગાયનો લાઈવ શિકાર કરવાના દ્રશ્યો સામે આવ્યા, સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા
સોર્સ : GSTV
જૂનાગઢના સાસણ ગીરના જંગલમાં જંગલ સફારી દરમિયાન કુદરતનું એક રૌદ્ર અને અદભૂત સ્વરૂપ જોવા મળ્યું છે. પ્રવાસીઓની નજર સામે જ સિંહોએ ગાયનું લાઈવ શિકાર કરવાના દ્રશ્યો સામે આવ્યા છે. સફારી જીપ્સીની પાછળ ચાલી આવતી સિંહણે પલકવારમાં ગાય પર તરાપ મારી તેને દબોચી લીધી હતી. ગણતરીની સેકન્ડોમાં જ અન્ય સિંહ પણ આ શિકારમાં જોડાયા હતા. જીપ્સીની તદ્દન નજીક બનેલી આ રોમાંચક ઘટનાને જોઈ પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ આખા થ્રિલર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગીરના ઈતિહાસમાં પ્રવાસીઓને ભાગ્યે જ જોવા મળતી આ લાઈવ હંટિંગની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાસ્પદ બન્યો છે, જે સિંહોની અદભૂત ચપળતા અને શિકાર કરવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

