VIDEO: જૂનાગઢ ભાજપમાં આંતરિક ભડકો, ધારાસભ્યએ જ મનપાના ભ્રષ્ટાચાર સામે ખોલ્યો મોરચો
સોર્સ : gstv
જૂનાગઢ ભાજપમાં આંતરિક ભડકો સામે આવ્યો છે. ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડિયાએ મહાનગરપાલિકાના ભ્રષ્ટ કારભાર સામે મોરચો ખોલ્યો છે. કમિશનરને લખેલા પત્રમાં તેમણે રોડના કામોમાં મોટા કૌભાંડના આક્ષેપો કર્યા છે. કોરડિયાના જણાવ્યા મુજબ નકશા અને પ્લાન એસ્ટીમેટ વગર જ કરોડોના ટેન્ડરો પાસ કરવામાં આવ્યા છે. શહેરમાં અનેક સ્થળોએ રોડ ખોદીને કામ અધૂરું મુકાતા જનતા ખાડા રાજથી પરેશાન બની છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલિભગત હોવાના પણ ગંભીર આક્ષેપ કરાયા છે. અયોગ્ય એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે ભાજપના કોર્પોરેટરોમાં પણ અસંતોષ ફાટી નીકળ્યો છે.

