Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Severe allegations by AAP leader Rajubhai Borkhtariya of bogus voting in Junagadh marketing yard elections

VIDEO: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બોગસ મતદાન થયાના AAP નેતા રાજુભાઈ બોરખતરીયાના ગંભીર આક્ષેપો

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી દરમિયાન વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ અને બોગસ મતદાન થયાના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. આપના નેતા રાજુભાઈ બોરખતરીયાએ દાવો કર્યો છે કે બોગસ મતદારો ઊભા કરવા માટે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા અને જે મતદારો સ્થળ પર હાજર નહોતા તેમના નામે પણ ગેરકાયદેસર મતદાન કરવામાં આવ્યું છે. મતદાન કરવા પહોંચેલા એક મતદારને જ્યારે “તમારો મત પહેલેથી જ પડી ગયો છે” તેમ કહેવામાં આવ્યું ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પ્રવીણ રામ અને યુવરાજસિંહ જાડેજા સહિતના આપ નેતાઓએ ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવીને ચૂંટણી અધિકારી અને પોલીસ સમક્ષ ત્વરિત રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો.

App Store