Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Opposition alleges corruption worth Rs 1.25 crore in tree plantation of Narsinh Mehta Sarovar

VIDEO: Junagadh / નરસિંહ મહેતા સરોવરના વૃક્ષારોપણમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. વિપક્ષી નેતા લલિત પણસારાએ સત્તાવાર દસ્તાવેજો સાથે આક્ષેપ કર્યો છે કે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન અને વૃક્ષારોપણના નામે જનતાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. સરોવરમાં વૃક્ષો વાવવા અને તેના નિભાવ પાછળ સવા કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે.આક્ષેપ છે કે, એક વૃક્ષ દીઠ 1,300 રૂપિયાથી વધુનો ખર્ચ દર્શાવી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવ્યો છે, જ્યારે સખી મંડળોને માત્ર 40 રૂપિયા ચૂકવવામાં આવે છે. વિપક્ષે આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

App Store