Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : MLA Gopal Italia alleges that the stock of subsidized grains was sold off illegally

Visavadar: ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ, સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખ્યો

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો છે કે, વિસાવદરમાં સસ્તા અનાજનો જથ્થો કુપન ધારકોને ન આપી બારોબાર વેચી નાખ્યો છે. ગત જુન- જુલાઈ મહિનાનો જથ્થો એકી સાથે આપવાનો હતો. કુપન ધારકોને માલ મળ્યો હોવાના અંગૂઠાના ફિંગર પણ લઈ લેવામાં આવ્યા હતા, પણ જથ્થો એક જ માસનો આપી છેતરપિંડી કરી હતી. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પુરવઠા અધિકારીને રજૂઆત પણ કરી હતી, પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નહીં, જે બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર દાખલ કરાવવા પહોંચ્યા હતા, પણ પોલીસે ફરિયાદ લેવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ તેઓ ધરણા પર ઉતરી ગયા હતા. મોડી રાતે વિસાવદરના એએસપીએ 24 ક્લાકમાં ગુનો દાખલ કરવાની ખાતરી આપી તા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે. 

App Store