Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Meghraj's entry after a long hiatus in Mangrol Diocese gives life to groundnut crop

VIDEO: માંગરોળ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી મગફળીના પાકને જીવતદાન મળ્યું

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદ ખેંચાતા અને ખેતરોમાં મગફળીનો પાક સુકાવા લાગતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા હતા અને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આજે ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી પહોંચી જતાં સુકાઈ રહેલા મગફળી સહિતના ચોમાસુ પાકને નવું જીવતદાન મળવાની મોટી આશા જાગી છે. સમયસર પધારેલા વરસાદને કારણે પાક બચી જવાની ખુશી સાથે ખેડૂતોના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું છે. હજુ પણ સારો વરસાદ વરસે તો મગફળીના ઉત્પાદનમાં મોટો ફાયદો થશે તેવી આશા સાથે સમગ્ર પંથકમાં રાહતનો માહોલ છવાયો છે.

App Store