VIDEO: માંગરોળ માં 50 દિવસના વિરામ બાદ ધીમીધારે વરસાદ: સુકાતી મગફળીને મળશે નવું જીવતદાન
સોર્સ : gstv
જૂનાગઢના માંગરોળ પંથકમાં ગત રાતથી શરૂ થયેલા ધીમીધારના વરસાદથી લાંબા સમયથી ચાલી રહેલી મેઘરાજાની રાહનો અંત આવ્યો છે. પ્રથમ વરસાદ બાદ સતત પચાસેક દિવસના લાંબા વિરામને કારણે ખેડૂતોનો વાવેતર કરેલો મગફળીનો પાક સુકાવાની કગાર પર હતો, પરંતુ આ વરસાદથી પાકને નવું જીવતદાન મળતાં ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લાગણી છવાઈ છે. જોકે, બીજી તરફ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

