VIDEO: ગીરમાં મેઘરાજાની બેટિંગ: અમરાપુર અને વીરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી
સોર્સ : gstv
ગીર પંથકના ગામડાઓમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગીર, વીરડી ગીર સહિતના આસપાસના ગ્રામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે…..આ વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી માળિયા હાટીના પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું, જે હવે વરસાદમાં પરિવર્તિત થતાં ખેતી પાકને નવું જીવન મળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

