VIDEO: ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનારાઓ પર શિકંજો, વન વિભાગે ૮ શખ્સોની કરી ધરપકડ!
સોર્સ : GSTV
ઉનામાં ગીર વન વિભાગ દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનારાઓ સામે લાલ આંખ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ૧૫થી ૨૦ દિવસની સઘન અને ગુપ્ત તપાસ બાદ હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વડે કુલ ૮ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે વેરાવળ પોલીસના સહયોગથી રાત્રિના સમયે દરોડા પાડીને ગીરના સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરનારા આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વન તંત્ર દ્વારા અનેક ઇન્સ્ટાગ્રામ આઈડીની ઓળખ કરી આગળની કાયદેસરની તપાસ વધુ તેજ કરવામાં આવી હતી. આ કડક કાર્યવાહી વચ્ચે વન વિભાગે જનતાને પણ અપીલ કરી હતી કે ગીરના વન્યજીવોના આવા ગેરકાયદેસર વીડિયો શેર કે વાયરલ ન કરવા.

