VIDEO: ધારા કડીવાર હત્યા કેસમાં મોટો ચુકાદો: સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓ દોષિત
સોર્સ : gstv
જૂનાગઢની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં મુખ્ય આરોપી સુરજ ઉર્ફે ભુવાજી લાખાભાઈ સોલંકી, ગુંજન જોષી, મીત શાહ, યુવરાજ સોલંકી અને મુકેશ સોલંકી સહિત પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે કોર્ટે પુરાવાના અભાવે સંજય સહેલીયા, જુગલ શાહ અને મોનાબેન શાહને નિર્દોષ મુક્ત કર્યા છે. જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દુષ્કર્મ કેસના સમાધાનના બહાને ધારાને જુનાગઢથી ગાડીમાં લઈ જઈ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામની સીમમાં ગળે ટૂંપો આપી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા પેટ્રોલ છાંટી લાશ સળગાવી દેવાઈ હતી. કોર્ટે તમામ ૫૯ સાક્ષીઓ અને ૭૯ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ આ કડક ચુકાદો આપ્યો છે.

