Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / MBBS Interns in Ground for Stipend Increase at Gandhi Medical College, Bhopal!

VIDEO: ANDARNI VAAT / ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં સ્ટાઈપેન્ડ વધારા માટે MBBS ઈન્ટર્ન્સ મેદાનમાં!

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત પ્રતિષ્ઠિત ગાંધી મેડિકલ કોલેજ ખાતે MBBSના ઈન્ટર્ન ડોક્ટરો દ્વારા પોતાના સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને મોટી સંખ્યામાં તબીબી વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઈન્ટર્ન ડોક્ટરોનો આરોપ છે કે અન્ય રાજ્યોની સરખામણીએ મધ્ય પ્રદેશમાં તેમને અત્યંત ઓછું સ્ટાઈપેન્ડ આપવામાં આવી રહ્યું છે, જે હાલની મોંઘવારીના સમયમાં ખૂબ જ અપૂરતું છે. ચોવીસે કલાક દર્દીઓની સેવા અને હોસ્પિટલમાં આકરી ફરજ બજાવવા છતાં વ્યાજબી મહેનતાણું ન મળતાં વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ઈન્ટર્ન ડોક્ટરોએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે..

App Store

 

ગાંધી મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરોની આ રેલીને પગલે હોસ્પિટલ પ્રશાસન અને રાજ્યના તબીબી શિક્ષણ વિભાગમાં દોડધામ મચી છે. આ આંદોલન સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત અને અન્ય રાજ્યોની સમકક્ષ યોગ્ય સ્ટાઈપેન્ડ મેળવવાની તેમની ન્યાયિક લડાઈનો એક ભાગ છે. રેલી દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી પ્રશાસન અને સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક પગલું ભરવામાં આવ્યું નથી. જો ઈન્ટર્ન ડોક્ટરો સંપૂરણપણે કામકાજથી અળગા રહેશે તો હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવાર અને આરોગ્ય સેવાઓ પર મોટી અસર પડી શકે છે.. પ્રદર્શનકારીઓએ રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કરીને સ્ટાઈપેન્ડમાં સન્માનજનક વધારો કરવાની અપીલ કરી છે. હાલમાં કોલેજ પ્રશાસન દ્વારા સ્થિતિને થાળે પાડવા અને વિદ્યાર્થીઓ સાથે વાટાઘાટો કરવા પ્રયાસો હાથ ધરાયા છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી