VIDEO: જૂનાગઢ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય દિનેશ દઢાણિયા વિવાદમાં
સોર્સ : gstv
જૂનાગઢની એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય દિનેશ દઢાણિયા પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ભારે વિવાદમાં સપડાયા છે. તેમણે દેશના યુવાનો અને 'જેન-જી' દ્વારા પોતાના ભવિષ્ય અને અન્યાય સામે ચાલતા હતું ત્યારે આંદોલનને ઉગ્ર રીતે રાષ્ટ્રવિરોધી, દેશને તોડવાનો પ્રયાસ તેમજ પરદેશી ફંડિંગ આધારિત ગણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ કરતા શિક્ષણ જગત, વાલીઓ અને બુદ્ધિજીવીઓમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ચોતરફથી ભારે વિરોધ અને નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવો પડતાં આખરે તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. હાલમાં આ હોદ્દેદાર સામે કડક કાનૂની તપાસ કરવા અને તેમને સિન્ડિકેટ સભ્યપદેથી બરતરફ કરવાની માંગ ઉઠી છે.

