VIDEO: જૂનાગઢમાં બોગસ મંડળીઓનું કરોડોનું કૌભાંડ: ખેડૂતોની કલેક્ટર-SPને ઉગ્ર રજૂઆત
સોર્સ : gstv
જૂનાગઢ તાલુકામાં બોગસ મંડળીઓનો વિવાદ ગરમાતાં ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે. વિસાવદર બાદ હવે સુખપુર, ચોકલી, બામણગામ અને વડાલ જેવા ગામોમાં ગેરકાયદેસર મંડળીઓ ઊભી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. ખેડૂતોની જાણ બહાર, તેમજ મૃતક કે પથારીવશ લોકોના નામે પણ સભ્યપદ મેળવી લોન અને ધિરાણના મોટા વ્યવહારો કરી લેવાયા છે.પોતાના જમીનના સાત-બારના દસ્તાવેજો અસુરક્ષિત બનવાની ભીતિ સાથે પીડિત ખેડૂતોએ આજે એકઠા થઈને જૂનાગઢના કલેક્ટર અને એસપીને ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી આ સમગ્ર કૌભાંડની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી ન્યાય આપવા અને દોષિતો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

