Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Junagadh: Dissolution of Itali Gram Panchayat of Malia Hatina, Administrator to take place

VIDEO: જૂનાગઢ: માળીયા હાટીનાની ઈટાળી ગ્રામ પંચાયતનું વિસર્જન, વહીવટદાર મુકાશે

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાની ઈટાળી ગ્રામ પંચાયતનું વર્ષ 2026-27નું અંદાજપત્ર નામંજૂર થતાં વિસર્જન કરવામાં આવ્યું છે. પંચાયતમાં 5 સામે 4 મતે બજેટ ના મંજૂર થયું હતું. ચાર-ચાર બેઠકો હોવા છતાં બજેટ પસાર ન થવાથી અને કારણદર્શક નોટિસ બાદ પણ વિવાદ ન ઉકેલાતા વિકાસ કામો અટકી પડ્યા હતા. આથી પંચાયત પોતાની વૈધાનિક ફરજો બજાવવામાં અસમર્થ રહેતા, જિલ્લા પંચાયતની ભલામણના આધારે વિકાસ કમિશનરે કલમ-૨૫૩ હેઠળ આદેશ આપી પંચાયત બરખાસ્ત કરી છે. હવે આ પંચાયતમાં વહીવટદાર મુકવામાં આવશે.

App Store