VIDEO: જૂનાગઢઃ વનકર્મીઓ પર હુમલો, સિંહણ પર ટોર્ચ કરવાની ના પાડતા હુમલો
સોર્સ : GSTV
જૂનાગઢના માળિયાહાટીનાના પાણકવા નજીક વનવિભાગની ટીમ પર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સિંહણ પર ટોર્ચ (પ્રકાશ) ફેંકવાની ના પાડતા જાદવ નંદાણીયા નામના શખ્સે ઉશ્કેરાઈને વનકર્મીઓ સામે કુહાડી ઉગામી હતી. આ શખ્સે મહિલા ફોરેસ્ટરની ફરજમાં રુકાવટ ઊભી કરી સિંહણના મોતનો હિસાબ માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સરકારી કર્મચારીઓ પર હુમલાના પ્રયાસ બદલ આરોપી સામે ગુનો દાખલ કરી માળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

