VIDEO: જૂનાગઢ ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ ફરી સપાટી પર આવ્યો, ધારાસભ્યના 'લોક સંવાદ' કાર્યક્રમમાં નગરસેવકોની જ ગેરહાજરી!
સોર્સ : gstv
જૂનાગઢ ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ શહેરના અલગ-અલગ વોર્ડમાં પ્રજાની સમસ્યાઓ સાંભળવા માટે 'લોક સંવાદ' કાર્યક્રમ શરૂ કર્યો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાં મનપાના એકપણ નગરસેવક કે ભાજપના પ્રમુખ સહિતના કોઈ હોદ્દેદારો ડોકાયા પણ નહોતા.
આ કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના અણઘડ વહીવટ, બિસ્માર રસ્તા, ગટર અને પાણીની સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓ સહિતના સ્થાનિક લોકોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. હજુ બે દિવસ પહેલા જ મનપા કમિશનરને નબળા કામો અંગે રજૂઆત કરનાર ધારાસભ્યએ લોકોને તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી તો આપી છે, પરંતુ સંગઠનની આ ગેરહાજરીથી જૂનાગઢ રાજકારણમાં પક્ષનો આંતરિક ડખો ચર્ચાનો વિષય બન્યો છે.

