Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Farmers in Junagadh are furious over severe diesel shortage even before the monsoon.

VIDEO : જૂનાગઢમાં ચોમાસા પૂર્વે જ ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં તીવ્ર રોષ

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં ચોમાસા પૂર્વે જ ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે. સીઝનના સમયે જ ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ખેડૂતોને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લગાવવી પડી રહી છે અને અનેક લોકોને ખાલી હાથે પરત ફરવું પડે છે, જેના વિરોધમાં ખેડૂતોએ પંપ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કટોકટી વચ્ચે પિયુષ પરમારે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સરકારના વિકાસના દાવા વચ્ચે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ચોમાસા પૂર્વેની ખેતીની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ જશે.

App Store