VIDEO: માંગરોળના માનખેત્રા ગામે લાઇમસ્ટોન સર્વેને લઈને ખેડૂતોનો ભારે વિરોધ અને હોબાળો
સોર્સ : gstv
જૂનાગઢના માંગરોળના માનખેત્રા ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જાણ બહાર જમીનમાં લાઇમસ્ટોન અંગેનો સર્વે હાથ ધરાતા ભારે હોબાળો મચ્યો છે.પોતાની ફળદ્રુપ જમીન ગુમાવવાનો ડર સતાવતા આશરે ૪૦૦ જેટલા ખેડૂતો રાત્રિના સમયે એકઠા થઈ ગયા હતા અને સર્વે સામે રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તેમની સંમતિ વગર આ કામગીરી કેમ કરવામાં આવી રહી છે અને તેનો હેતુ શું છે..ભવિષ્યમાં ખાણકામની પ્રક્રિયા થવાથી પોતાની આજીવિકા છીનવાઈ જવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ અચાનક થયેલા વિરોધથી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર કે સંબંધિત તંત્ર દ્વારા આ સર્વેની તમામ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે….

