VIDEO: જૂનાગઢના ખડીયા-બીલખા હાઈવે પર સિંહોનો જમાવડો, વન વિભાગે ખાસ પેટ્રોલિંગ ટીમ તૈનાત કરી
સોર્સ : gstv
જૂનાગઢના ખડીયા અને બીલખા હાઈવે પર હવે સિંહોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જંગલ વિસ્તાર ટૂંકો પડતા સિંહ પરિવારો અવારનવાર હાઈવે પર ઉતરી આવતા વાહનચાલકોમાં ફાળ પડી છે. આ ગંભીર સ્થિતિને જોતા વન વિભાગે ખાસ પેટ્રોલિંગ ટીમ તૈનાત કરી છે, જે સિંહોને સુરક્ષિત રસ્તો ઓળંગવામાં મદદ કરે છે.બીજી તરફ, માર્ગ-મકાન વિભાગે 57 કરોડના ખર્ચે આ રસ્તાને ફોરલેન કરવાની મંજૂરી આપી છે. DCF અક્ષય જોષીના જણાવ્યા મુજબ, વન્યજીવોની સુરક્ષા માટે હાઈ-સ્પીડ કેમેરા, સેન્સર અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે. જંગલને નુકસાન ન થાય તે રીતે રસ્તો રેવન્યુ વિસ્તાર તરફ પહોળો કરાશે.

