VIDEO: જૂનાગઢમાં બોગસ મંડળી કૌભાંડથી ખેડૂતો પરેશાન, માણાવદરના ગ્રામજનો પહોંચ્યા કલેક્ટર કચેરી
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લામાં બોગસ મંડળીના કારસ્તાનથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને પોતાના નામે ખોટું ધિરાણ કે બોજો નોંધાઈ ગયાની ભીતિથી ખેડૂતો થરથર ધ્રૂજી રહ્યા છે. ભાજપના અમુક આગેવાનો દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડમાં વિસાવદર અને જૂનાગઢ બાદ હવે માણાવદર તાલુકામાં પણ બોગસ મંડળીનું ભૂત ધૂણ્યું છે. માણાવદરના ઉંટડી અને વેકરી ગામના ખેડૂતોએ આજે જૂનાગઢ કલેક્ટર કચેરીએ દોડી જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને મંડળીના સભાસદ બનાવી દેવામાં આવ્યા છે. આથી તમામ બોગસ મંડળીઓ તાત્કાલિક રદ કરી ખેડૂતોને નો-ડ્યુ સર્ટિફિકેટ આપવાની ઉગ્ર માંગ કરાઈ છે. કૌભાંડીઓ સામે સરકાર કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો છે.

