Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Girnar CD reopened for pilgrims after lion attack in Junagadh!

VIDEO: જૂનાગઢમાં સિંહના હુમલાની ઘટના બાદ ગિરનારની સીડી યાત્રિકો માટે પુનઃ શરૂ કરાઈ!

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢમાં ગિરનારની સીડી પરથી એક માસૂમ બાળકને સિંહે ઉઠાવી જઈ ફાડી ખાવાની કરુણ ઘટના બનતાં ભારે સનસનાટી મચી ગઈ હતી. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગિરનારની સીડી પરનો પગપાળા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. બનાવ બાદ એક્શનમાં આવેલા વન વિભાગ દ્વારા વ્યાપક કોમ્બિંગ હાથ ધરીને ગિરનાર વિસ્તારમાંથી સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ અને સુરક્ષાની ખાતરી મળતાં વહેલી સવારથી જ યાત્રિકો માટે ગિરનાર સીડીનો માર્ગ પુન ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મહારાષ્ટ્રથી આવેલા યાત્રિક કૈલાશ કોતવાલ અને ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશ બાવળીયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

App Store