જૂનાગઢમાં શીતળા કુંડ વિવાદ ગરમાયો: ધારાસભ્યની ગ્રાન્ટની જાહેરાતને કોંગ્રેસે ગણાવી બોગસ
સોર્સ : gstv
જૂનાગઢ શહેરના ઐતિહાસિક અને પવિત્ર શીતળા કુંડના નવીનીકરણનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને હોદ્દેદારોએ આ મુદ્દે ચાલી રહેલી ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે સ્થાનિક ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ધારાસભ્યએ કુંડ માટે 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી હોવાની ખોટી જાહેરાત કરી લોકોને ગેરમાર્ગે દોર્યા છે, કારણ કે જિલ્લા આયોજનમાં આવી કોઈ ગ્રાન્ટ મંજૂર થઈ જ નથી.સ્થાનિકો અને કોંગ્રેસે માંગ કરી છે કે મનપા દ્વારા આ પુરાણ પ્રસિદ્ધ કુંડનું નવીનીકરણ તાત્કાલિક શરૂ કરવામાં આવે. જો કામ શરૂ નહીં થાય તો કોંગ્રેસે મનપાના ભાજપના પદાધિકારીઓની ઓફિસો ઘેરવાની ચીમકી આપી છે.

