VIDEO: જૂનાગઢમાં ડીઝલની અછત મુદ્દે AAP આક્રમક મૂડમાં, ગોપાલ ઈટાલિયાએ અનોખી રીતે નોંધાવ્યો વિરોધ
સોર્સ : gstv
જૂનાગઢમાં ડીઝલની અછત મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગોપાલ ઇટાલીયા સ્થાનિક આગેવાનો અને ખેડૂતો સાથે ઊંટગાડીમાં સવાર થઈ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ડીઝલ ન મળતાં ટ્રેક્ટર અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવાના વિરોધમાં પ્રતીકાત્મક રીતે આ વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી પરિસરમાં ખેડૂતો અને આપ કાર્યકરોએ “ડીઝલ આપો”ના નારા લગાવ્યા હતા. વાવણીની સીઝન નજીક હોવા છતાં ડીઝલ ન મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઈંધણની અછતને કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ જતા ટ્રાન્સપોર્ટરોને પણ ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

