VIDEO: જૂનાગઢમાં ઝડપાયું નકલી દૂધનું કૌભાંડ: પામોલીન તેલ અને કેમિકલથી બનતું હતું ઝેર
સોર્સ : gstv
જૂનાગઢમાં સફેદ દૂધના નામે કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ખડીયા ગામના હનુમાનપરા વિસ્તારમાં તાલુકા પોલીસની ટીમે દરોડો પાડી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપી જયદીપ ભેડા પોતાના ઘરમાં જ પામોલીન તેલ સહિતના કેમિકલયુક્ત પદાર્થોનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતો હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે અંદાજે ૬૦ લીટર નકલી દૂધ તેમજ ઝેરી મિલ્ક પાવડરના ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાની જાણ થતાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી દૂધના સેમ્પલ લીધા છે. બાળકો સહિત લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરવાના આ કૃત્યથી ચકચાર મચી છે. હવે સવાલ એ છે કે, લોકોના સ્વાસ્થ્ય સાથે આવી ગંભીર રમત રમનારાઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે?

