Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Double documented fraud of 16 plots in Keshod

VIDEO: કેશોદમાં ૧૬ પ્લોટના ડબલ દસ્તાવેજ કરી છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જુનાગઢના કેશોદ તાલુકામાં મિલકતના વેચાણમાં છેતરપિંડીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સોંદરડા ગામે અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતના 16 પ્લોટના ખોટા દસ્તાવેજો ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ મૂળ માલિકના વારસદારોના નામે બોગસ દસ્તાવેજ બનાવી અન્ય લોકોને પ્લોટ વેચી નાખ્યા હતા. ખાસ વાત એ છે કે કેટલાક પ્લોટ પર મકાનો બનેલા હોવા છતાં દસ્તાવેજોમાં ખાલી જગ્યા દર્શાવવામાં આવી હતી. મિલકત ધારકોને પોતાની મિલકતના ડબલ વેચાણ દસ્તાવેજ થયાની જાણ થતાં તેઓ કેશોદ પોલીસ મથકે પહોંચ્યા હતા. વૃજલાલ મગનભાઈ ઘેટીયાની ફરિયાદના આધારે પોલીસે હર્ષાબેન રમેશભાઈ ભલાણી, સાગર રમેશભાઈ ભલાણી અને રજનીશ રમેશભાઈ ભલાણી સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

App Store