Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Cyber ​​fraud exposed, complaint registered against 4 accused including Gaushala monk

Junagadhમાં સાયબર ફ્રોડનો પર્દાફાશ, ગૌશાળાના સાધુ સહિત 4 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Junagadhમાં સાયબર ફ્રોડનો પર્દાફાશ, ગૌશાળાના સાધુ સહિત 4 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લામાં સાયબર ફ્રોડની રકમ પોતાના બેંક ખાતામાં મેળવીને તેને સગેવગે કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા આ ગુનામાં કેરાળા ગૌશાળાના એક સાધુ સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે. પોતાના બેંક ખાતાઓને ભાડે આપીને તેમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમ જમા કરાવવાનો આ કાળો ધંધો ચાલી રહ્યો હતો.

App Store

મળતી માહિતી અનુસાર કલ્યાણગીરી નામના સાધુએ પોતાના બેંક ખાતામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી ₹40 લાખથી વધુની રકમ મેળવીને તેને સગેવગે કરી દીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કલ્યાણગીરી અને તેના મળતીયાઓએ આ રકમને અન્ય જગ્યાએ ફેરવી દીધી હતી. ઉપરાંત જાંબુડાના ભીખુએ 52 લાખ, જૂનાગઢની પ્રિયાએ 16 લાખ, કુરેશી અરબાઝે 14 લાખ રુપિયા  પોતાના ખાતામાં નાખ્યા હતા. ત્યારે તમામ આરોપીઓની ધરપકડ કરવા અને પુરાવાઓ એકત્રિત કરવા પોલીસની ટીમ સક્રિય થઈ છે.