VIDEO: જૂનાગઢમાં આર્થિક સંકડામણ વચ્ચે દંપતીના મોતથી ચકચાર મચી
સોર્સ : gstv
જૂનાગઢમાં આર્થિક સંકડામણ વચ્ચે દંપતીના મોતની ઘટના સામે આવી છે. ગેંડાઅગળ રોડ પર ટેલિફોન એક્સચેન્જ નજીકના મકાનમાં 55 વર્ષીય રેખાબા ઝાલા અને તેમના 58 વર્ષીય પતિ વનરાજસિંહ ઝાલાની તબિયત લથડતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રથમ રેખાબા ઝાલાનું મોત થયું હતું, જ્યારે બાદમાં વનરાજસિંહ ઝાલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ પરિવારમાં કમાવનાર વ્યક્તિ ન હોવાને કારણે દંપતી આર્થિક અને માનસિક તણાવમાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

