VIDEO: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ
સોર્સ : gstv
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં ગઈકાલે યોજાયેલા 95% રેકોર્ડબ્રેક ભારે મતદાન બાદ આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. વેપારી વિભાગની 4 અને સહકારી વિભાગની 2 બેઠકો બિનહરીફ થયા બાદ હવે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા સંગ્રામના પ્રથમ પરિણામો થોડી જ વારમાં સામે આવશે. 955માંથી 914 ખેડૂતોએ મતદાન કર્યું હતું, જ્યાં ભાજપના વિજયની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ચૂંટણી દરમિયાન 'આપ' નેતાઓ દ્વારા બોગસ મંડળીઓ અને બોગસ મતદાનના આક્ષેપો કરાતાં રાજકીય ગરમાવો વધી ગયો હતો

